Posts

Image
ભીખુદાનભાઈ ગઢવી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં જુનાગઢ શહેરનાં વતની છે. તેઓ ગુજરાતી લોક-સાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર છે. તેઓનાં લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક-ડાયરો કહે છે. આ પ્રકારના કાર્યક્રમો માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. આ કાર્યક્રમોમાં તેઓ ભારતીય અને તેમાં ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ, લોક-સાહિત્ય, પૌરાણીક વાતો, કરુણરસ અને માર્મિક હાસ્ય વગેરે અસ્ખલિતપણે પીરસી બધા લોકોને મંત્રમુગ્ધ કરે છે.[ ભીખુદાન ગઢવી જન્મની વિગત ૧૯ સપ્ટેમ્બર ૧૯૪૮ ખીજદડ રહેઠાણ જૂનાગઢ રાષ્ટ્રીયતા ભારતીય વ્યવસાય લોક સાહિત્યકાર, ભજનીક વતન માણેકવાડા ખિતાબ સંગીત નાટક અકાદમી પુરસ્કાર, કાગ પુરસ્કાર, પદ્મશ્રી પુરસ્કાર (૨૦૧૬) ધર્મ હિંદુ